વિશ્વભરમાં ટેકસટાઇલ નગરી તરીકે જાણીતું સુરત શહેર હવે ક્રિયેશનના ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે. એટલુ જ નહીં પણ હંમેશા કઈક નવું કરવા અગ્રેસર હોવા સાથે જ આપત્તિને અવસરમાં બદલવામાં પણ માહિર છે. કોરોના મહામારી વચ્ચે પણ સુરત આ સાબિત કરી બતાવ્યું. સુરતની ફૅશન ડીઝાઇન ડેવલોપમેન્ટ સેન્ટર ફેશોનોવાએ સાડી પર પહેરી શકાય એવી વિશ્વની પહેલી પીપીઇ કીટ ડીઝાઇન કરી છે અને આ કીટ ને સિટ્રા દ્વારા સ્વીકૃતિ પણ મળી ગઇ છે. આ કીટને કોવીડ નારી કવચ નામ આપ્યું છે.
સુરતમાં માસ્ક ફરજીયાત થતા બાળકો માટે ખાસ કાર્ટૂન માસ્ક તૈયાર કરવામાં આવ્યા કોરોના મહામારીમાં માસ્ક હવે રોજબરોજના જીવનનો ભાગ બની ગયા છે, ત્યારે બાળકોને માસ્ક પહેરાવવા સૌથી મુશ્કેલ કામ છે, ગૃહિણીઓ માટે પોતાના બાળકને કોરોનાના ચેપથી મુક્ત રાખવા માસ્ક પહેરાવવાની સમસ્યાનો પણ હવે ક્રિએટિવ ઉકેલ મળી ગયો છે.
No comments:
Post a Comment