કોરોના વાઇરસે દુનિયાભરમાં તબાહી મચાવી છે, ત્યારે આ વાઇરસને નાથવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાં સૌથી વધારે જો આવશ્યક સાધન હોય તો એ છે PPE કીટ. સુરતી લોકો કોઈ પણ પરિસ્થિતને લડવા માટે હંમેશા સક્ષમ જ હોય છે. એટલું જ નહીં તે પોતાની કળાને પણ લડતમાં સમાવી લે છે. સુરતની ઓળખાણ એવી સાડીમાં પણ હવે PPE કીટ પહેરી શકાય તેવી બનાવટ કરવામાં આવી છે.
સુરતી : શહેરની ફેશન ડીઝાઇન ડેવલોપમેન્ટ સેન્ટરે સાડી પર પહેરી શકાય તેવી વિશ્વની પહેલી પીપીઈ કીટ બનાવી છે. "કોવીડ નારી કવચ" નામથી તૈયાર કરાયેલી આ કિટને સિટ્રાએ પણ મંજૂરી આપી છે. જ્યાં પ્રતિ દિવસ પાંચ હજાર કીટ આગામી દિવસોમાં તૈયાર કરવામાં આવશે.
વિશ્વભરમાં ટેકસટાઇલ નગરી તરીકે જાણીતું સુરત શહેર હવે ક્રિએશનના ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે. કોરોનાની મહામારી વચ્ચે સુરતે આ સાબિત કરી બતાવ્યું છે. સુરતની ફેશન ડીઝાઇન ડેવલોપમેન્ટ સેન્ટર ફેશોનોવાએ સાડી પર પહેરી શકાય તેવી વિશ્વની પહેલી પીપીઇ કીટ ડીઝાઇન કરી છેે. આ કીટને સિટ્રા દ્વારા સ્વીકૃતિ પણ મળી છે. આ કીટને કોવિડ નારી કવચ નામ આપવામાં આવ્યું છે.
No comments:
Post a Comment